૮૩મી અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદનો જયપુરમાં પ્રારંભ થયો

૮૩મી અખિલ ભારતીય અધ્યક્ષ પરિષદનો જયપુરમાં પ્રારંભ થયો છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. લોકસભા સ્પીકર ઓમ બિરલા કોન્ફરન્સની અધ્યક્ષતા કરી રહ્યા છે રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત વિવિધ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ સમારોહમાં ભાગ લઈ રહ્યા છે પરિષદનું આવતીકાલે સમાપન થશે જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા ઉપસ્થિત રહેશે.

આ પરિષદમાં જી – ૨૦ ના ભારતના નેતૃત્વ અને તેમાં વિધાનસભાઓની ભૂમિકા પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે તથા સંસદ અને વિધાનસભાને વધુ અસરકારક અને જવાબદાર બનાવવા પર ચર્ચા થશે. આ ઉપરાંત, બદલાતા માહોલમાં કેવી રીતે ધારાસભાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે અંગે અને દેશની તમામ વિધાનસભાઓને એક ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસો પર પણ ચર્ચા કરવામાં આવશે. આનાથી દેશભરની વિધાનસભા સંસ્થાઓમાં માહિતી અને નવીનતાઓનું ઝડપી અને સરળ વિનિમય સુનિશ્ચિત થશે તથા ધારાસભ્યો અને જનતા વચ્ચે વાતચીતની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં પણ વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *