પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું.
સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ ગ્લોબલ સાઉથના અવાજ આગળ લઈ જવાનો છે. ગ્લોબલ સાઉથનાં વિશ્વની ત્રણ ચતુર્થાંશ વસતિ રહે છે. જે ભવિષ્યના વિકાસ માટે ખૂબ મહત્વ ધરાવે છે.
વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અમે વધુ એક મુશ્કેલ વર્ષ પાછળ છોડી દીધું છે જે યુદ્ધ, સંઘર્ષ, આતંકવાદ અને ભૂ-રાજકીય તણાવ, ખોરાક, ખાતર અને ઇંધણની વધતી કિંમતો દ્વારા ચિહ્નિત થયેલ હતું.
આ અવસરે ગ્લોબલ સાઉથના તમામ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટ પ્રધાનમંત્રી મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના વિઝન અને ભારતના વસુધૈવ કુટુમ્બકમની ફિલસૂફીથી પ્રેરિત છે.