સોમનાથ ખાતે આગામી મકરસંક્રાંતિ પૂર્વે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. સદભાવના ગ્રાઉન્ડ ખાતે જી – ૨૦ થીમ પર આધારિત આ પતંગોત્સવમાં મોરક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરેશિયસ, લિથુઆનિયા, લેબનોન અને પોલેન્ડ સહિત ૧૬ દેશો અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો પતંગના કરતબો રજૂ કરવા પહોંચ્યા હતા.
શહેરીજનો અને યાત્રિકો પતંગોના કરતબ નિહાળી રોમાંચિત બન્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના મહિલા પ્રમુખ રામીબેન વાજા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા નગર પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.