અમેરિકાના રાજ્ય અલાબામામાં વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ફેલાયો ગયો છે. જેમાં ૬ લોકોના મોત થયા છે. વાવાઝોડા દ્વારા ફેંકવામાં આવેલા ઉડતા કાટમાળ નીચે દટાઈને લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાએ લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.
યુએસ અલાબામાના ગવર્નરે ગઈકાલે વાવાઝોડાથી થયેલ નુકશાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કર્યું હતું કે
“મને એ જાણીને દુઃખ થયું છે કે અમારા રાજ્યને તબાહ કરનાર ટોર્નેડોના પરિણામે ૬ અલાબામિયનોએ તેમના જીવ ગુમાવ્યા છે. મારી પ્રાર્થના વાવાઝોડામાં માર્યા ગયેલા લોકો માટે છે.
” વધુમાં તેમણે રાજ્યની જનતાને આ આપત્તિનો સામનો કરવા વિનંતી કરી હતી. અને રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે.