UNMISS માં સેવા આપતા ૧,૦૦૦ થી વધુ ભારતીય શાંતિ રક્ષકોને UN મેડલથી સન્માનિત કરવામાં આવ્યા
દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સેવા આપતા ૧,૦૦૦ થી વધુ ભારતીય શાંતિ રક્ષકો – UNMISS ને વિશેષ સેવા માટે સંયુક્ત રાષ્ટ્ર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્રના મિશનએ જણાવ્યું હતું કે, ૧,૧૭૧ ભારતીયોને દક્ષિણ સુદાનના અપર નાઇલમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે યુએન મેડલ એનાયત કરવામાં આવ્યા છે. મિશનએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સૈન્ય ટુકડી નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમારકામ અને નિર્માણમાં તેના પ્રયત્નો માટે જાણીતી છે. આ સિવાય ભારતીય સેના નાગરિકોની સુરક્ષામાં પણ નોંધપાત્ર ફાળો ભજવી રહી છે.