વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાના કારણે હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાત તરફ આવતાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં કડકડતી ઠંડી પડી નોંધાઈ હતી.
ઠંડા પવનના કારણે અમદાવાદમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. નલિયામાં સૌથી વધુ ૧ ડિગ્રી,ઠંડી નોંધાઈ હતી.જ્યારે ભુજમાં આઠ ડીગ્રી,રાજકોટમાં આઠ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૯., ડીસા અને ગાંધીનગરમાં આઠ ડીગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૯ ડીગ્રી,કેશોદમાં સાત ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.અમદાવાદમાં સિઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો ૧૦ ડિગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદના તાપમાનમાં સાડા પાંચ ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.