ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે  ૨૪ જાન્યુઆરીએ જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચો રહ્યો હતો. રવિવારે નલિયામાં લઘુત્તમ તાપમાન  ૫ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. તો ગાંધીનગરમાં  ૮ ડિગ્રી તાપમાન  નોંધાતા નગરજનો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. અમદાવાદમાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  આ સાથે રાજકોટમાં  ૧૦,  અમરેલીમાં  ૧૦,  પોરબંદરમાં  ૧૧ અને વડોદરામાં ૧૨ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન રહ્યું હતું.આ સાથે રાજ્યમાં ઠંડા પવનોની લહેરખી પણ યથવાત રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ શીતલહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *