યુક્રેન ને યુરોપીય સંઘે વધુ ૫૦૦ મિલિયન યુરોની સૈન્ય સહાય આપવાને આપી મંજૂરી

યુરોપિયન સંધે યુક્રેનને ૫૦૦ મિલિયન યૂરોની અને સૈન્ય સહાયતા આપવાની મંજૂરી આપી છે.

બ્રસલ્સમાં યુરોપિયન સંધના ૨૭ દેશોના વિદેશમંત્રીની બેઠકમાં યુક્રેનને સાતમી વાર મદદની મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. યુરોપિન સંધના વિદેશનીતિ પ્રમુખ જોસેફ બોરેલે કહ્યુ, વિદેશમંત્રીઓ ૫૦૦ મિલિયન યૂરોની સહાયતા સિવાય યુક્રેનને યુરોપિયન યુનિયનના સૈન્ય પ્રશિક્ષણ મશીન માટે ૪૫ મિલિયન યુરોના ગેરધાતક હથિયાર આપવા માટે સહતમ થયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, બેઠક દરમિયાન જર્મની કોઈપણ દેશને લેપર્ડ ટૈંક આપવા મુદ્દે કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં લગાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *