અમદાવાદમાં રિડેવલોપમેન્ટને લઈ મોટા સમાચાર

અમદાવાદમાં વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઈ જતા રહીશો દ્વારા રિડેવલપ કરીને નવીન સોસાયટી બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સોસાયટી કે ફ્લેટ રિડેવલપ કરવા માટે સોસાયટીના સભ્યોની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે.

 

અમદાવાદમાં રિડેવલોપમેન્ટને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં હવે રિડેવલપમેન્ટ માટે સોસાયટીના ૭૫ % સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે.  અમદાવાદની એક સોસાયટીના કેસમાં હાઈકોર્ટની ડિવીઝન બેંચે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટની ડીવીઝન બેંચે સિંગલ જજના ચૂકાદાનો યોગ્ય ઠેરવ્યો છે.

હાઈકોર્ટની ડીવીઝને બેંચે સિંગલ જજના ચૂકાદાના યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે ૭૫ % સભ્યોની મંજૂરી હોય તો મેનેજીંગ કમિટી રિડેવલપમેન્ટ બાબતે નિર્ણય કરી શકે છે.  ૨૫ % સભ્યોની અસહમતી હોય તો પણ રિડેવલપમેન્ટ થઈ શકે છે. ત્યારે અમદાવાદની સોસાયટીના કેસમાં ૭૮ માંથી ૭૪ સભ્યોએ મંજૂરી આબી હતી. ત્યારે ૪ સભ્યોએ મંજૂરી ન આપતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *