આજે દેશમાં ૧૩ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ છે – નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર- એટલે કે મતદાન બેમિસાલ છે, હું જરૂરથી મત આપું છું.
આજના દિવસે એટલે કે ૨૫ મી જાન્યુઆરી, ૧૯૫૦ ના દિવસે ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યો હતો. પરંતુ ૨૦૧૧ માં પ્રથમવાર રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવ્યો હતો. આજના દિવસે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે યુવાઓને મતદાન પ્રતિ ઉદાસીનતા દૂર કરીને પોતાના મતદાનની તાકાતને સમજવાની અપીલ કરી છે. તેઓએ યુવાઓને મતદાન અવશ્ય કરવા માટે કહ્યું છે. આજે આ પ્રસંગે ચૂંટણી પંચ તરફથી દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ થશે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ વર્ષ ૨૦૨૨ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરશે. રાજ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓને ૨૦૨૨ દરમિયાન ચૂંટણી સંચાલનમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા માટે સર્વશ્રેષ્ઠ ચૂંટણીપ્રથાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવશે.