અમેરિકામાં સતત ગોળીબાર અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા કેલિફોર્નિયામાં થયેલ ગોળીબારની ઘટનામાં કુલ ૭ લોકોના મોત થયા હતા. હવે વોશિંગ્ટનના યાકીમા શહેરમાં એક સુવિધા સ્ટોરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે ગોળીબાર કરી પોતાને પણ ગોળી મારી દીધી હતી.
કેલિફોર્નિયાના હાફ મૂન બેમાં ફાયરિંગ બાદ ૬૭ વર્ષીય જહાઓ ચુનલી નામના શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ હુમલો કયા કારણસર કરવામાં આવ્યો હતો એ બાબતે હજી સુધી કંઈ સ્પષ્ટ જાણી શકાયું નથી.
સ્કૂલમાં એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, એ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગની લગભગ ૨૦ મિનિટ બાદ એક કારમાંથી ૩ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. ઘટના બાદ સાર્જેન્ટ પોલ પારિજેકે જણાવ્યું હતું કે હુમલાને યોજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ છે. જોકે એની પાછળનો હેતું શું હતો એ બાબતે કંઈ જાણી શકાયું નથી.