૨૬ થી શરૂ થયેલ ભારત પર્વને સામાન્ય જનતા માટે આજથી બપોરથી રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લો મુકવામાં આવશે.
૬ દિવસ સુધી યોજાનારા આ પર્વનો ગઈકાલે દિલ્હીના લાલ કિલ્લા ખાતે આરંભ થયો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય અને પર્યટન મંત્રી જી.કિશન રેડ્ડી દ્વારા કરાયું હતું. આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોની વાનગીઓ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિભાગીય સાંસ્કૃતિક કેન્દ્રો તથા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સાંસ્કૃતિક મંડળો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન, હસ્તકલા સ્ટોલ, ફુડ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન દેખો અપના દેશ, એક ભારત શ્રેષ્ઠ ભારત, જી – ૨૦ અને મિશન લાઈફનું બ્રાન્ડિંગ અને પ્રમોશન પણ હાથ ધરવામાં આવશે.