વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા આયોજીત ૫૦ માં બાળ મેળાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સયાજીગંજ ખાતે યોજાનારા આ બાળમેળાની વસુદેવ કુટુંબકમની થીમ રાખવામાં આવી છે.
આ બાળમેળાના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે રીતે કરાયું છે. તે અલગ જ આત્મવિશ્વાસને ઉજાગર કરે છે. કોર્પોરેશનની શાળા હવે બદલાઇ રહી છે અને અહીયા અભ્યાસ કરતો એક અલગ જ પ્રતિભા ધરાવે છે. ત્યારે તેઓ ખુદ અમદાવાદમાં મ્યુનિસિલ કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરી ચુક્યા છે. ત્યારે આ બાળ મેળો બાળકોની પ્રતિભાની અનોખી આવડતરને પ્રદર્શિત કરે છે આ ઉપરાંત, નવલખી મેદાન ખાતે VCCI દ્વારા ૧૧ માં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝીબીશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રી VCCI એક્સપોનું ઉદ્ઘાટન કર્યા પછી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં જોડાયા હતા. કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. ૧૦ અને ધો. ૧૨ ના વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ એવા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી દેશના વિદ્યાર્થીઓ સાથે વિડિયો સંવાદ કરવાના અને માર્ગદર્શન પૂરું પાડવાના છે. આ કાર્યક્રમનું વડોદરાના માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વેળાએ માંજલપુર ખાતે થી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદશ્રી અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.