રશિયાએ ફરીવાર યુક્રેનમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે.
રશિયાના તાબડતોડ હુમલાથી યુક્રેનમાં ૧૧ લોકો મૃત્યુ પામ્યા છે. તો ઘણા લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ટોચના કમાન્ડરના જણાવ્યા અનુસાર, તેમના દળોએ રશિયાની ૫૫ મિસાઈલોમાંથી ૪૭ ને નષ્ટ કરી દીધી છે. આ હુમલામાં કિવ અને ઓડેસના ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.
હુમલા બાદ લગભગ ૧૦૦ લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા હતા. બીજી તરફ, એક દિવસ પહેલાં અમેરિકા અને જર્મનીએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે હાઈટેક ટેન્ટ આપવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે રશિયાએ હુમલો કર્યો.