અમદાવાદ પોલીસ મુખ્યમથક ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં લોક દરબાર યોજાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંકોના સંયુક્ત ઉપક્રમે શાહિબાગમાં આવેલ પોલીસ મુખ્યમથકમાં MAY WE HELP YOU થીમ પર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજખોરો વિરૂધ્ધ જનતા રજુઆત કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૃહરાજ્યમંત્રીએ આ લોક દરબારની વિશેષતા જણાવતાં કહ્યું હતું કે, અહીં ફરિયાદીની ફરિયાદ સાંભળીને ત્વરિત નિર્ણય લઇ તેમને ન્યાય અપાવવાની કામગીરી અમદાવાદ શહેર પોલીસ દ્વારા થઇ રહી છે.
ગૃહરાજ્યમંત્રીએ શહેરના ઝોન વાઇઝ બનાવેલા વિવિધ કલસ્ટરોની પણ મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, તમામ ઝોનના ડીસીપી, પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.