જેરુસલેમની સીમમાં એક સિનાગોગમાં આતંકી હુમલામાં સંખ્યાબંધ લોકો પર ગોળીબાર કર્યો હતો.
જેમાં ઘટનાસ્થળે જ ૭ લોકોની હત્યા થઈ હતી, અને ૧૦ અન્ય લોકોને ઘાયલ થયા હતા. તે વિસ્તારના પોલીસના જણાવ્યાં અનુસાર આતંકીઓએ સાંજના ૦૮:૧૫ વાગ્યે લોકો ઉપર ગોળીબાર કર્યો હતો.
જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં ૭ લોકો મૃત્યુ પામી ગયા છે અને ૧૦ લોકો ઘવાયાની માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે પોલીસની કાર્યવાહી દરમ્યાન હુમલાખોરને ઠાર મરાવામાં આવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ઈઝરાયલ દ્વારા આ હુમલાને આતંકી હુમલો ગણાવવામાં આવ્યો છે. ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.