રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૭૫ મી પુન્યતિથી છે. તેમની પુન્યતિથીએ દરવર્ષે શહિદ દિવસ મનાવવામાં આવે છે.
આ અવસરે આજે બાપુની સમાધી રાજધાટ પર સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, સી.ડી.એસ તેમજ ત્રણેય સેનાના અધ્યક્ષોએ બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. ભારતની સ્વતંત્રતા સંગ્રામના નાયક ગાંધીજીએ દુનિયાને અહિંસાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. અહિંસા પરમોધર્મનો ગાંધીજીનો સંદેશ સમગ્ર દુનિયામાં મશહુર છે.