ભારતની અધ્યક્ષતામાં જી – ૨૦ ની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકિય માળખા કાર્ય સમુહની બે દિવસીય બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થઇ છે.
કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગમંત્રી પશુપતિકુમાર પારસે આ બેઠકનું ઉદધાટન કર્યું હતું. આ બેઠકને સંબોધતા નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વૈશ્વીક પડકારોના સમાધાન માટે સમય – સમય પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનો આશય રહ્યો છે કે, જી – ૨૦ માં ઉપસ્થિત રહેનાર પ્રતિનિધીઓ ભારતના વિવિધ પ્રદેશોની મુલાકાત લઇને ભારતની વિવિધ સંસ્થાઓને નિહાળે. તેમણે કહ્યું કે,આ બેઠકમાં એક પૃથ્વી એક પરિવારની થીમ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જળવાયુ પરિવર્તન અને તેની ખેતી પર થતી અસર અંગે ચર્ચા કરવામાં આવશે. કૃષિમંત્રીએ કહ્યું હતું કે,સરકારની નવી યોજનાઓ અને ટેકનીકો સાથે જોડાઇને ખેડૂત ખેતીમાં ફાયદો ઉઠાવે.