આજથી શરૂ થતુ સંસદનું બજેટ સત્ર ૬ એપ્રિલ સુધી બે તબક્કામાં થશે રજુ થશે

આજથી સંસંદના બજેટસત્રનો આરંભ થયો છે. બજેટ સત્ર બે ભાગમાં મળશે. પ્રથમ ભાગનું સત્ર ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે.

૧૩ માર્ચથી ૬ એપ્રિલ વચ્ચે બીજા ભાગના સત્રનું આયોજન થશે ૬૬ દિવસમાં સંસદમાં ૨૭ બેઠક મળશે. વર્તમાન સરકારનું આ અંતિમ પૂર્ણકક્ષાનું બજેટ છે.  રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંયુક્ત સત્રને સંબોધવા સંસદ પહોચી ચુક્યા છે.  રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારામન વર્તમાન નાણાકીય વર્ષનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આવતીકાલે  તેઓ લોકસભામાં વર્ષ ૨૦૨૩ – ૨૪ નું બજેટ રજૂ કરશે. પ્રક્રીયા મુજબ તે પછી રાજ્યસભામાં બજેટ રજૂ થશે.

૧૩ ફેબ્રુઆરી સુધી ચાલનારા સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ, બજેટ અને અન્ય મહત્વના મુદ્દે ચર્ચા થશે. ૧૪ ફેબ્રુઆરીથી ૧૨ માર્ચ સુધી ગૃહમાં કાર્યવાહી નહીં થાય. આ દરમિયાન વિભાગીય સ્થાયી સમિતિઓ બજેટની માગોની સમીક્ષા કરીને વિભાગ અને મંત્રાલયોના અહેવાલ તૈયાર કરશે. બજેટ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *