જૂનિયર કલાર્ક પેપર લીક કાંડનાં ૧૦ આરોપીઓને એ.ટી.એસ દ્વારા વડોદરાની કોર્ટમાં રજુ કરાયા હતા.
નામદાર કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીઓનાં ૧૨ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે. પેપર લીક કાંડની પ્રાથમિક તપાસમાં ૭ લાખ રૂપિયાનાં બદલામાં પ્રિન્ટીંગ પ્રેસનાં મજૂર દ્વારા મુખ્ય આરોપી પ્રદીપ નાયકને પેપર લીક કરાયાની માહિતી સામે આવી છે. આ પેપર લીક કાંડમાં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે આવ્યુ છે. ચારેય ગૃપની પેપર લીક કાંડ મામલે ભુમિકાની હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.