ગાંધીનગરની સેશન્સ અદાલતે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કર્યા છે.
કોર્ટ આજે તેમને સજા સંભળાવશે.બચાવ પક્ષના વકિલ ચંદ્રશેખર ગુપ્તાના જણાવ્યા મુજબ દુષ્કર્મ સહિતના અન્ય કેસોમાં થયેલી સુનાવણીમાં અદાલતે અન્ય ૬ વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યા છે.
કઈ કલમો હેઠળ દોષિત ઠેરવાયા?
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને ૩૭૬ (૨) C, ૩૭૭, ૩૫૪, ૩૪૨, ૩૫૭, ૫૦૬ (૨) કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. જ્યારે આ કેસના અન્ય ૬ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ સરકારી વકીલ આર.સી.કોડેકર અને સરકારી વકીલ સુનિલ પંડ્યાએ કહ્યું હતું કે, આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.