દિલ્હીમાં ગત ૨૬ મીએ યોજાયેલી પ્રજાસત્તાક પર્વની પરેડમાં ઉત્તરાખંડના ટેબ્લોએ પહેલું, મહારાષ્ટ્રના ટેબ્લોએ બીજું અને ઉત્તર પ્રદેશના ટેબ્લોએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના ટેબ્લોમાં વિશ્વ વિખ્યાત કોર્બેટ નેશનલ પાર્ક અને ચોલીયા નૃત્ય દર્શાવવામાં આવ્યા હતા.
પંજાબ રેજીમેન્ટ સેન્ટર કન્ટીજન્ટને શ્રેષ્ઠ માર્ચિગ કન્ટીજન્ટનો પુરસ્કાર અપાયો છે. કેન્દ્રિય વિભાગોના ટેબ્લોમાં આદિજાતિ બાબતોના મંત્રાલયના ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોનો પુરસ્કાર અપાયો છે.