અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રીયલ ટાઈમ એપડેટ એપ “રોડ ઈઝ” લોન્ચ

અમદાવાદના શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી હવે મુક્તિ મળશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મહત્તમ ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા રોડ ઇઝ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક પોલીસ રીયલ ટાઇમ અપડેટ ગુગલ મેપ પર બતાવશે. જેમ કે કોઈ જગ્યાએ એકસીડેન્ટ થયો હોય, સમારેભ, લગ્ન, રેલી, ચક્કાજામ હોય, વરસાદ તેમજ વાતાવરણના કારણે ટ્રાફિક જામ થયો હોય આ બધી જગ્યાઓ પર પોલીસ પહોચીને જગ્યાના લેટ લોન્ગ ફોટો તેમજ વોઇસ મેસેજ રોડ ઇજ એપ પર અપલોડ કરશે. ટ્રાફિક પોલીસ દ્વારા મુકવામાં આવેલા ફોટો અને વોઇસ મેસેજ ગુગલ મેપમાં રિફલેક્ટ થશે. ત્યારબાદ ગુગલ મેપ દ્વારા લોકોને વૈકલ્પીક માર્ગ બતાવવામાં આવશે. જેના કરાણે વાહનચાલકો પાસે સમયસર માહિતી પહોચી જશે. આ એપના કારણે મોટાભાગની ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે અને લોકોને વધારે ટ્રાફિકમાં પરેશાન થવુ નહી પડે તેવી આશા અમદાવાદ ટ્રાફિક કમિશ્નર દ્વારા સેવવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ સૌ પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટ્રાફિકના જવાનોની ટ્રેનિંગ પર શરુ કરી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસના દરેક જવાન આ એપ મારફતે પોતાના વિસ્તારની ટ્રાફિક અપડેટ ૧૦ થી ૧૫ મિનીટમાં જ ગુગલ મેપ પર પહોચાડી શકશે. આથી આ એપ્લીકેશનના ઉપયોગથી રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ ગુજરાતમાં પ્રથમ વખત અમદાાદ પોલીસ દ્વારા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *