ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ – IMF પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારત ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આજે તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકનું જાન્યુઆરી અપડેટ બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક માંગની સ્થિતિસ્થાપકતાને કારણે ૨૦૨૪ માં ૬.૮ % વૃદ્ધિ હાંસલ કરતા પહેલા ભારત ૨૦૨૩ માં ૬.૧ % ના દરે વૃદ્ધિ પામશે.
મોનેટરી ફંડે એમ પણ કહ્યું છે કે વિકાસશીલ અને ઉભરતા એશિયાઈ પ્રદેશમાં વર્ષ ૨૦૨૩ માં ૫.૩ % ના દરે વૃદ્ધિ થશે, જ્યારે વર્ષ ૨૦૨૪ માં આ દર ૫.૨ % રહેશે. હકારાત્મક દૃષ્ટિકોણ વ્યક્ત કરતાં, મોનેટરી ફંડે કહ્યું છે કે મંદીની આશંકા છતાં વૈશ્વિક જીડીપી અથવા માથાદીઠ વૈશ્વિક જીડીપીમાં નકારાત્મક વૃદ્ધિની શક્યતા નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ કહ્યું છે કે વર્ષ ૨૦૨૩ માં ચીન પાંચ પોઈન્ટ ૨ % ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે.