આજે સવારે શેરબજાર ખૂલતાં જ સેન્સેક્સમાં ૪૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
શરુઆતમાં સેન્સેક્સ ૪૦૫.૦૩ પોઇન્ટ ઉછળીને ૬૦,૫૨૦.૧૬ પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીએ પણ લાંબા સમય બાદ ૧૮ હજારના મહત્વના પડાવને પાર કર્યો છે. સેન્સેક્સમાં સામેલ ૩૦ શેરોમાંથી ૨૭ શેરોમાં તેજી જોવા મળી રહી છે. બેંકીંગ, આઇટી અને ફાર્માના શેરોમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ ૫૩૧ પોઈન્ટ અપ જઈને ૬૦,૦૮૧ પર ચાલી રહ્યો છે.