આજે મોદી સરકારના બીજા કાર્યકાળના પૂર્ણ કદનું અંતિમ બજેટ રજૂ થઇ જવા રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે ૧૧:૦૦ વાગ્યે લોકસભામાં પાંચમું અને દેશનું ૭૫ મું બજેટ વાંચશે. ત્યારે કેન્દ્રીય બજેટ ૨૦૨૩ – ૨૪ રજૂ કરતા પહેલા બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનારી બીજી મહિલા છે.
આ પહેલા ઈન્દિરા ગાંધીએ ૧૯૭૦ માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ ૭૪ વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય ૧૪ વચગાળાના બજેટ, ૪ વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.
- સોનું-ચાંદી અને પ્લેટિનમ થશે મોંઘુ તો બીજી બાજુ સિગારેટ પર ટેક્સ વધવાથી ભાવ વધશે.
- બજેટમાં મોટું એલાન: દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, મોબાઈલ ફોન અને કેમેરા થશે સસ્તા, નાના વેપારીઓને વ્યાજ પર મળશે ૧% છૂટ.
- કેન્દ્ર સરકાર લોન્ચ કરશે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૪.૦, યુવાનોને આંતરરાષ્ટ્રીય અવસરોમાં કુશળ બનાવવા માટે ૩૦ સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર કરાશે સ્થાપિત: નિર્મલા સીતારમણ
- જૂના વાહનો બદલવા માટે સહાય અપાશે. ગોવર્ધન યોજના હેઠળ, ૫૦૦ નવા અવશેષોમાંથી આવક પેદા કરવા માટે ૨૦૦ કોમ્પ્રેસ્ડ બાયો ગેસનો સમાવેશ કરવામાં આવશે, જેમાં કુલ ખર્ચ રૂ. ૧૦,૦૦૦ કરોડ થશે.
- પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા માટે ૫૦ વધારાના એરપોર્ટ, હેલિપોડ્સ, વોટર એરો ડ્રોન અને અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પુનર્જીવિત કરવામાં આવશે: નિર્મલા સીતારમણ
- હવેથી PANCARD પણ દેશભરમાં ID તરીકે માન્ય.
- રેલવે માટે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું. રેલવે માટે ૨.૪ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી.
- PM આવાસ યોજનાનો ખર્ચ ૬૬% વધારીને ૭૯,૦૦૦ કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે: નિર્મલા સીતારમણ
-
દેશમાં ૨૦૧૪ થી સ્થપાયેલી હાલની ૧૫૭ મેડિકલ કોલેજો સાથે મળીને ૧૫૭ નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે: નિર્મલા સીતારમણ
-
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર આ વર્ષે બજેટ ૨૦૨૩-૨૪ની પ્રાથમિકતાઓ કઇ-કઇ છે? તો સમાવિષ્ટ વિકાસ, છેલ્લા માઇલ સુધી પહોંચવું, ઇન્ફ્રા અને રોકાણ, સંભવિત, હરિયાળી વૃદ્ધિ, યુવા અને નાણાકીય ક્ષેત્રને બહાર કાઢવું.
- વર્તમાન વર્ષમાં ૭ ટકા GDP રહેવાનું અનુમાન, સરકાર સ્વરોજગાર વધારવા માટે ધ્યાન આપી રહી છે, G-૨૦માં ભારતની અધ્યક્ષતા ભારતની તાકાતને દર્શાવે છે: નાણામંત્રી સીતારમણ
- 80 કરોડ લોકોને ૨૮ મહિના માટે મફત અનાજ આપવામાં આવ્યું: નાણામંત્રી સીતારમણ
- ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ
- નિર્મલા સીતારમણે બજેટ ભાષણ શરૂ કરતા જ વિપક્ષ સાંસદોએ ભારત જોડોના નારા લગાવ્યા.
- PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે બજેટને પણ મંજૂરી આપી દેવાઇ છે.
- ટૂંક સમયમાં જ PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થશે. PM મોદી પણ પહોંચ્યા સંસદ ભવન.
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પહોંચ્યા સંસદ ભવન, ટૂંક સમયમાં જ અહીંયા કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે.
- બજેટ રજૂ થાય એ પહેલા PM મોદીએ બોલાવી કેબિનેટની બેઠક. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧૧:૦૦ વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે.
- બજેટ રજૂ થાય તે પહેલા શેરમાર્કેટમાં તેજી, ખૂલતાંની સાથે જ ૪૫૦ પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ૧૫૦ પોઈન્ટની તેજી.