આ વર્ષની થીમ “વેટલેન્ડ રિસ્ટોરેશન માટેનો સમય છે”, જે વેટલેન્ડ રિસ્ટોરેશનને પ્રાથમિકતા આપવાની તાત્કાલિક જરૂરિયાતને હાઇલાઇટ કરે છે.
વિશ્વ વેટલેન્ડ ડે, જે દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકો અને પૃથ્વી માટે વેટલેન્ડ્સની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે. ૨ ફેબ્રુઆરી ૧૯૭૧ ના રોજ ઈરાનના શહેર રામસરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ પર સૌ પ્રથમ વખત સંમેલન આયોજિત થયું હતું. ૧૭૦૦ ના દાયકાથી વિશ્વની લગભગ ૯૦ % વેટલેન્ડ્સ અધોગતિ પામી છે અને આપણે જંગલો કરતાં ત્રણ ગણી ઝડપથી વેટલેન્ડ્સ ગુમાવી રહ્યા છીએ. વેટલેન્ડ્સ આપણા માટે ઘણી જ મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે, જે જૈવવિવિધતા, આબોહવા અનુકૂલન, તાજા પાણીની ઉપલબ્ધતા, વિશ્વના અર્થતંત્રમાં ફાળો આપે છે.
વિશ્વ વેટલેન્ડ્સ ડે આ મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ વિશે લોકોની સમજ વધારવાનો આદર્શ સમય છે. વેટલેન્ડ્સ ઇકોલોજીકલ સેવાઓ માનવ સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વાર્ષિક $ ૪૭.૪ ટ્રિલિયનનું યોગદાન આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય ૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ વિશ્વ વેટલેન્ડ ડેની ઉજવણી કરશે જેથી વેટલેન્ડ્સ વિશે જાગરૂકતા કેળવવા માટે તેમના ઝડપી નુકશાનને દૂર કરી શકાય અને તેને બચાવવા અને પુનઃસ્થાપિત કરવા માટેના પગલાં લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે. આ વર્ષની થીમ “વેટલેન્ડ રિસ્ટોરેશન માટેનો સમય છે”, જે વેટલેન્ડ રિસ્ટોરેશનને પ્રાથમિકતા આપવાની તાત્કાલિક જરૂરિયાતને હાઇલાઇટ કરે છે.