ગર્ભગૃહમાં સ્થાપિત થનાર મૂર્તિ દેવશીલામાંથી બનશે
અયોધ્યા મંદીરમાં ભગવાન શ્રી રામ અને સિતા માતાની મુર્તિ જે શાલીગ્રામ પથ્થરમાંથી બનવાની છે. તે બંન્ને પથ્થર નેપાળના જનકપુરથી આજે સવારે અયોધ્યા લવાયા હતા.
જેના દર્શન કરવા માટે ખુબ મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટ્યા હતા. આ પવિત્ર શિલા શાલિગ્રામ પથ્થરને નેપાળ દ્વારા ભારતને વિશેષ રામમંદિર માટે આપવામાં આવેલ છે. આ શાલિગ્રામ પથ્થર જ્યાંથી પણ પસાર થયો હતો મોટી સંખ્યામાં રામ ભક્તો તેના દર્શન માટે રસ્તા પર એકઠાં થયા હતા અને તેની પૂજા અર્ચના કરી હતી.