ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા કુલ ૨૪૭ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મંત્રી કુંવરજી બાવળિયાએ નવનિયુક્ત ઉમેદવારોને પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે કામ કરી ગુજરાતની વિકાસગાથામાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.