ભાવનગર જીલ્લાના ચિત્રકૂટધામ તલગાજરડાના પરિસરમાં વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન બાઉલના સ્વરમાં બાઉલ ઉત્સવનો પ્રારંભ થયો. જાણીતા કવિ સતીશચંદ્ર વ્યાસના નેતૃવમાં ગુજરાતમાં બાઉલ યાત્રા ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળના વિશ્વ વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન અને તેમના શિષ્ય હાજરા ગુજરાતના વિવિધ પ્રાંતમાં બાઉલ સંગીત પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રોતાઓની ઉપસ્થિતિમાં તેમણે બાઉલ પરંપરાના કેટલાયે ભજનો અને પદો રજૂ કર્યા હતા.