શ્રીલંકામાં, જાન્યુઆરી ૨૦૨૩ માટે એક લાખથી વધુ પ્રવાસીઓનું આગમન નોંધાયું છે. શ્રીલંકા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં ૨૦,૦૦૦ પ્રવાસીઓમાં વધારો નોંધાવ્યો છે. આ ટાપુ રાષ્ટ્રમાં મહિના દરમિયાન ભારતમાંથી ૧૩,૭૫૯ પ્રવાસીઓ આવ્યા હતા.
ગયા વર્ષે ભારત શ્રીલંકામાં પ્રવાસન માટેનું સૌથી મોટું પ્રવાસન સ્ત્રોત હતું.