રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હડકંપ મચી ગયો છે. આ ધમકી ગુરુવારે સવારે મનોજ નામના વ્યક્તિને ફોન કરીને આપવામાં આવી હતી. મનોજ કુમાર અયોધ્યાના રામલીલા સદનના રહેવાસી છે અને હાલ પ્રયાગરાજમાં રહે છે. પોલીસની ટીમે ધમકી આપનારને મોબાઈલ નંબરના આધારે શોધવાની તજવીજ હાથ ધરી છે.

મનોજ કુમારે પોલીસને જણાવ્યું કે, ‘તેમને સવારે લગભગ પાંચ વાગ્યે એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને આગામી પાંચ કલાકમાં ગુરુવારે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.’

ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ છે. અયોધ્યા પોલીસ કોલ રેકોર્ડના આધારે ફોન કરનારની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહનું કહેવું છે કે આ મામલો રામજન્મભૂમિ અયોધ્યા પોલીસ સ્ટેશનથી સંબંધિત છે. રામલલા સદનના મનોજ કુમારને સવારે ૦૫:૦૦ વાગ્યે ફોન આવ્યો, જેમાં ફોન કરનારે કહ્યું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને ગુરુવારે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં રામજન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેશે. માહિતી મળતાની સાથે જ કેસ નોંધવામાં આવ્યો અને ધમકી આપનાર શખ્સને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *