અમેરિકાના આકાશ પર ચીનનું જાસૂસી બલૂન જોવા મળ્યું

અમેરિકાના આકાશમાં એક શંકાસ્પદ બલુન જોવા મળ્યા બાદ ભારે ચર્ચાઓ શરુ થઈ છે. અમેરિકાની ડિફેન્સ સંસ્થા પેન્ટાગોને પુષ્ટી કરી છે કે, આ બલુન ચીનનું છે અને તે એક જાસુસી બલુન છે. આ અંગે અમેરિકાના રાજ્ય સચિવ એન્ટોની બ્લિંકને જણાવ્યું કે, આ સ્પાય બલુન જોવા મળ્યા બાદ તેમણે પોતાની ચીનની મુલાકાત મુલતવી રાખી છે. આ સાથે બ્લિંકને આ બલુનને અમેરિકાના સાર્વભૌમત્વનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું.

આ બલુન જાસુસી હોવાનું જાણવા મળતા જ અમેરિકાની સાથે જ કેનેડાએ પણ સંવેદનશીલ માહિતીને બચાવવા માટે પગલું લીધું છે. બંનેની ડિફેન્સ કમાન્ડ તેના પર નજર રાખી રહી છે. બંને દેશોએ ચીનના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *