જી – ૨૦ અંતર્ગત પ્રવાસન કાર્યજૂથની પહેલી બેઠક કચ્છના રણમાં ધોરડો ખાતે સાતમી થી નવમી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, મંત્રી પરષોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે.
પર્યાવરણને અનુકૂળ પ્રવાસન ક્ષેત્રે કૌશલ્ય વિકાસ પ્રવાસન પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો ઉપયોગ, પ્રવાસન સ્થળ વ્યવસ્થાપન તેમજ પ્રવાસન ક્ષેત્રે સૂક્ષ્મ, લધુ, અને મધ્યમ એકમોની સહભાગિતા વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. જી – ૨૦ દેશોનાં પ્રતિનિધિ ઉપરાંત, આમંત્રિત દેશોનાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધી આ પરિષદમાં ભાગ લેશે.
પ્રવાસન વિભાગનાં સચિવ હારિત શુક્લાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓ સફેદ રણ, હડપ્પાની સંસ્કૃતિની યુનેસ્કો સાઈટ ધોળાવીરા અને ભૂજના નવનિર્મિત સ્મૃતિવનની મુલાકાત કરશે. આ પરિષદનાં ભાગરૂપે, પુરાતત્વીય પ્રવાસન તેમજ ગ્રામીણ પ્રવાસન વિષય પર ચર્ચા સત્ર્ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજનારી જી – ૨૦ ની કુલ ૧૬ બેઠકો પૈકી આ બીજી બેઠક છે.