બોટાદમાં છરીના ઘા મારી ભરવાડ યુવકને પતાવી દીધો

બોટાદના ઢાંકણીયા ગામે નવઘણ જોગરાણા નામના ૩૦ વર્ષીય યુવાનનું ગળુ કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતમાં યુવાનની કરાઈ હત્યા. બે લોકોને ગંભીર ઇજા થતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ૬ શખ્શો વિરુદ્ધ હત્યાંનો ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઢાકણીયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે ગત રાત્રીના ૩૦ વર્ષીય ભરવાડ યુવાનનુ ગળુ કાપી નિર્મમ હત્યાં કરવામાં આવી હતી. જ્યારે સાથે રહેલા બે લોકોને ગંભીર ઇજા થતા પ્રથમ બોટાદ અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના ની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવાનની ડેડબોડીને પીએમ અર્થે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  ત્યાર બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારા આરોપીઓને શોધખોળ શરુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *