રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધારો થઈ શકે છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધી સામે થયેલા બદનક્ષી કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી થઈ છે. જેમાં અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. જોકે આ કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેને લઈ હવે ૨૨ માર્ચે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે. નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમ્યાન ૨૦૧૯ માં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ થયો હતો.

૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી દરમ્યાન રાહુલ ગાંધીએ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેમાં જબલપુરની સભામઅ અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલતા અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા. જે બાદમાં BJP નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદમાં રાહુલ ગાંધી વિરુધ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે, આ મામલે અગાઉ રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટમાં પહોંચીને જુબાની પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *