અમેરિકાએ કૈરોલિના તટ પર સંદિગ્ધ ચીનના જાસુસી બલુનને તોડી પાડ્યું. ચીનના પ્રવક્તાએ કહ્યું, આ એક નાગરિક હવાઈ જહાજ હતું. જે જળવાયુ સંશોધન કરતું હતું. ચીનને કોઈપણ દેશના અધિકાર ક્ષેત્ર અને હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો કોઈ ઈરાદો નથી. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર આ બલુન ચીનથી અલાસ્કા નજીકના અલેયુટિયન ટાપુ પર આવ્યુ હતું, અને દાવો કર્યો હતો કે બલૂન સમગ્ર ઉત્તર અમેરિકામાં સંવેદનશીલ સૈન્ય સ્થળોની જાસૂસી કરી રહ્યું છે. તો રાષ્ટ્રપતિ જો બાઈડને પણ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને પગલે દેશની સુરક્ષા વધુ કડક કરવાના આદેશો આપ્યા હતા, તથા આ ચીની બલુનથી સ્થાનિક લોકો અને લોકોની સંપત્તિને નુકસાન ન થાય તે રીતે શૂટ કરવાના આદેશો આપ્યા હતા.
ઉલ્લેખનિય કે, બલૂન સમુદ્રમાં પડે તે રીતે ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક મીડિયા પરના ફૂટેજમાં એક નાનો વિસ્ફોટ જોવા મળ્યો હતો, જે પછી બલૂન પાણી તરફ ઊતરી રહ્યો હતો. બલૂનને શરૂઆતમાં ૨૮ જાન્યુઆરીના રોજ યુ.એસ. એરસ્પેસમાં પ્રવેશતા જણાયું હતું. વોંશિગટને બલુનને અમેરિકાના સાર્વભૌમત્વનું સ્પષ્ટ ઉલ્લંઘન કહ્યું હતું, તો સામે ચીને જાસુસીના આરોપોને નકાર્યા. ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે, બલૂન ક્લાઈમેટ રિસર્ચ કરી રહ્યું હતું અને આકસ્મિક રીતે ઉડી ગયું હતું. જે શનિવારે સમગ્ર દેશમાંથી ઉત્તર કેરોલિના તરફ પ્રયાણ કર્યું હતું. જ્યાં અમેરિકી સેનાએ પાણી તરફ સમુદ્રમાં જ બલૂનને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું.