તુર્કી – સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધ્યો છે. મૃત્યુઆંકની વાત કરીએ અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે ૨૫ થી વધુ બિલ્ડીંગો ધરાસાઈ થઈ ગઈ હતી. તૂર્કીના એકીનોઝુથી ૪ કિ.મી.ના દક્ષિણ – દક્ષિણપૂર્વમાં ૭.૫ ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જેની યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પુષ્ટિ કરી છે. આ દરમિયાન કાટમાળમાંથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને જણાવ્યું હતું કે, ધરાશાયી થયેલી ઇમારતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
આજે વહેલી સવારે ભારતીય સમયઅનુસાર ૪.૧૭ કલાકે તુર્કીમાં ૭.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જેમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે.
મહત્વવનું છે કે ૨૫ થી વધુ બિલ્ડીંગ ધરાસાઈ થઈ છે. ત્યારે આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આજે પ્રધાનમંત્રી કાર્યલય ખાતે એક બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે તુર્કીમાં રાહત સામગ્રી તરીકે દવાઓ, મેડીકલ સાધનો સહિત તબીબોની ટીમ, ખાસ તાલીમ પામેલા ડોગ સ્કવોડ અને NDRF ના ૧૦૦ જવાનોની ૨ ટીમ મોકલવામાં આવશે.