યુક્રેનના સંરક્ષણ પ્રધાનનું પદ છીનવાશે, મિલિટરી ઇન્ટેલિજન્સ વડાને મળશે નવી જવાબદારી

યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેજનિકોવ પાસેથી જવાબદારી છીનવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી ટૂંક સમયમાં જ ઓલેકસી રેજનિકોવને રક્ષા મંત્રી પદ પરથી હટાવી શકે છે. એક વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ રવિવારે જણાવ્યું હતું કે ઓલેકસી રેજનિકોવને લશ્કરી ગુપ્તચર વડા દ્વારા બદલાવામાં આવશે.

એએફપીના અહેવાલ પ્રમાણે વરિષ્ઠ ધારાસભ્ય ડેવિડ અરાખમિયાએ જણાવ્યું કે કિરિલો બુડાનોવ  (Kyrylo Budanov) સંરક્ષણ મંત્રાલયનું નેતૃત્વ કરશે. જો કે કિરિલો બુડાનોવ સંરક્ષણ મંત્રીનું પદ ક્યારે સંભાળશે તે માહિતી આપવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓલેક્સી રેજનિકોવને સંરક્ષણ મંત્રાલયમાંથી હટાવીને વ્યૂહાત્મક ઉદ્યોગોની જવાબદારી સોંપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, સમય અને સંજોગોના આધારે પરિવર્તન જરૂરી છે અને ભવિષ્યમાં પણ આવું થતું રહેશે. દુશ્મન આગળ વધવાની ફિરાકમાં છે અને અમે અમારો બચાવ કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *