મોંઘવારી ની આવી કપરી સ્થિતિમાં મોંઘવારીનો વધુ એક ડામ શહન કરવાનો વારો આવે તો નવાઈ નહિ! કારણ કે દેશમાં આગામી દિવસોમાં ટીવી જોવાનું મોંઘુ થવા જઈ રહ્યું છે. કેમકે ડિટીએચ બીલની કિંમત વધશે. અને જેની સિધી અસર ડિટીએચ જોનારા ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
ટીવી જોવાનું થોડા જ સમયમાં મોંઘુ થશે. મહત્વનું છે કે એક સાથે વધારો જો કરવામાં આવશે તો ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો તેમજ તે પરેશાન પણ થઈ શકે છે તેથી ડિટીએચમાં કરવામાં આવતો ભાવ વધારો તબક્કાવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકના બિલમાં રૂપિયા ૨૫ થી રૂપિયા ૫૦ નો વધારો કરવામાં આવશે.
૨૦૨૨ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આગામી દિવસોમાં ગ્રાહકોના ટીવી સબસ્ક્રિષ્ન પર અને યુઝર arpu ૨૨૩ છે. ટાટા પ્લે દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર કંપની દ્વારા વધારો ૪૪ થી ૬ હપ્તામા કરવામાં આવશે. ડિટીએચ ના બિલમાં ૫ % થી ૬ % સુધીનો વધારો થશે. દેશમાં OTT પ્લેયર ખૂબ જ ઝડપી વધી રહ્યા છે. અને ડિટીએચ માટેનું મેદાન પણ વધારી રહ્યા છે. તેથી જો ડિટીએચ સેવામાં વધારો થતા OTT પ્લેટફોર્મ પર વપ્રશકર્તાનો વધારો જોવા મળશે.