મેઘાલય અને નાગાલેન્ડમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ મતદાતાને રિઝવવા માટે પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે. ભાજપાના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રિપુરામાં બે જગ્યાએ વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પણ ત્રિપુરામાં ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. મમતા બેનર્જી અગરતલામાં રોડ શો કરશે. નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આઠમી ફેબ્રુઆરીએ ઉમેદવાર પત્રોની તપાસ થશે અને ૧૦ મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. મતદાન ૨૭ મી ફેબ્રુઆરી અને મતગણતરી બીજી માર્ચના રોજ થશે.