આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જંત્રીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે.
આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી છે. તેમણે જંત્રીને લઈને જણાવ્યું છે કે, નવો નિર્ણય ના થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે.