ભૂકંપ પ્રભાવિત તૂર્કીની મદદ કરવા આગળ વધી રહેલ ભારતની સામે ફરી એકવાર પાકિસ્તાને માનવીય સંકટનો જવાબ આપવાથી રોકવાનાં પ્રયાસો કર્યાં છએ. પહેલાં પણ પાકિસ્તાનની સરકારે આ પ્રકારનું કૃત્ય ત્યારે કર્યું હતું જ્યારે ભારત અફગાનિસ્તાનમાં ખાદ્ય અને દવાની કીટો મોકલવાનું હતું.
સૂત્રો અનુસાર પાકિસ્તાને મંગળવારે સવારે તુર્કી જનારા ભારતીય વાયુસેનાનાં વિમાનને પોતાનું હવાઈ ક્ષેત્ર ફાળવવાથી ઈનકાર કર્યો છે. પાકિસ્તાને આવું બીજી વખત કર્યું છે જ્યારે ભારત અન્ય કોઈ રાષ્ટ્રને માનવીય સહાયતા મોકલવાનાં પ્રયાસો કરતું હોય.
તુર્કીમાં ભૂકંપ આવતાં ભારતે મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ૨ NDRFની ટીમો પહેલાંજ આધુનિક ડ્રિલિંગ ઉપકરણ, મેડિક્સ અને બચાવ ડોગ સાથે હવાઈ અડ્ડા પર ઊતરી ચૂકી છે પરંતુ પાકિસ્તાન દ્વારા તેમના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરવાથી ઈનકાર કર્યો છે તેના કારણે વિમાને મોટું ચક્કર લગાવવું પડ્યું છે .