અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં સતત ભૂકંપના ઝટકાઓથી તંત્ર એલર્ટ બન્યું છે. મીતીયાળા ગામે કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમ પહોંચી ભૂકંપને લઈ ગ્રામજનો સાથે બેઠક કરી છે. ધારાસભ્ય મહેશ કસવાલા પણ સિસ્મોલોજીના કર્મીઓ સાથે મીતીયાળા ગામે પહોંચ્યા હતાં.
અમરેલી જિલ્લાના માતીયાળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે ત્યારે આજે કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમ અને ધારાસભ્ય સહિતનો કાફલો મીતીયાળા પહોંચ્યો હતો અને ભૂકંપના આંચકાને લઈ મીતીયાળાની શાળા ખાતે બેઠક યોજી હતી. સતત આવતા ભૂકંપના આંચકાઓને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે.
બે અઠવાડિયા પહેલા મીતીયાળા ગામે સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ તપાસ માટે પહોંચી હતી. તેમણે મીતીયાળા વાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં ૬૪૦૦ કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.