સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થતા યુઝર્સ પરેશાન

સવારે ૦૬:૦૦  વાગ્યે ટ્વિટર જ નહીં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર જ્યારે યુઝર્સે લોગઈન કર્યું, ત્યારે તેમને ઘણી ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારણ કે ટ્વિટરની સાથે – સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ પોસ્ટ કરી શકતા ન હતા.  કેટલાક યુઝર્સે તેને ટેક્નિકલ સમસ્યા ગણાવી છે.

આજે સવારે ૦૬:૦૦ વાગ્યાથી ટ્વિટર ડેક ડાઉન છે. જેના કારણે યુઝર્સ ટ્વીટ ડેકને લોગઇન કરી શકતા નથી. કંપનીનું કહેવું છે કે લોકોને થયેલી અસુવિધા માટે તે દિલગીર છે. તેને ઠીક કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

યુઝર્સે બુધવાર બપોરથી જ સાઈટ ડાઉન હોવાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. ટ્વિટ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સાઇટ પર દૈનિક પોસ્ટિંગ મર્યાદા ઓળંગવા અંગેનો સંદેશ મળ્યો. એક રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેટ ક્રેશ ટ્રેકિંગ સાઈટ ડાઉનડિટેક્ટરે શોધી કાઢ્યું છે કે યુકેમાં રાત્રે ૦૯:૪૭ પછી માઇક્રોબ્લોગિંગ સાઈટ સાથે સમસ્યાઓની ફરિયાદ કરનારા યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે.

હેશટેગ ‘ટ્વિટર ડાઉન’ ટૂંક સમયમાં જ ટ્રેન્ડ થવા લાગ્યું અને ઘણા યુઝર્સે પરિસ્થિતિ પર મીમ્સ શેર કર્યા. જ્યારે કેટલાક તેમના એકાઉન્ટમાંથી લૉગ આઉટ થયા હતા, ત્યારે અન્ય સુવિધાઓ જેમ કે ડાયરેક્ટ મેસેજ, રીટ્વીટ અને ટ્વિટર મોબાઇલ પણ વિશ્વભરના યુઝર્સ માટે કામ કરી રહ્યા ન હતા. આટલું જ નહીં કેટલાક યુઝર્સને નવો મેસેજ મોકલવા પર પોપ અપ મેસેજ મળી રહ્યો હતો કે ‘તમે ડેલી લિમિટ વટાવી દીધી છે.’

આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com અનુસાર, અમેરિકામાં મેટા પ્લેટફોર્મ ઇન્કના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બુધવારે ડાઉન હતા. ૧૨,૦૦૦ થી વધુ ફેસબુક યુઝર્સએ સમસ્યાની ફરિયાદ કરી અને જ્યારે ઇન્સ્ટાગ્રામ યુઝર્સે પણ આ અંગેની ફરિયાદ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સમસ્યા આવી રહી હોવાની ૭૦૦૦ જેટલી ફરિયાદો સામે આવી છે. Down Detector તેના પ્લેટફોર્મ પર યુઝર દ્વારા સબમિટ કરેલી ખામીઓ સહિત બહુવિધ સ્ત્રોતોમાંથી સ્ટેટસ રિપોર્ટ્સને જોડીને આઉટેજને ટ્રેક કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *