અંબાજી ખાતે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી એકાવન શક્તિપીઠ નો પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે, ત્યારે અંબાજી દર્શને આવતા યાત્રિકો માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમ્યાન રોજની ત્રણસો ચોરાણું જેટલી બસો અંબાજી માટે દોડાવવામાં આવશે.
એકાવન શક્તિપીઠના દર્શનને આવનાર તમામ યાત્રીઓને ૫૦ % એસટી ભાડામાં રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે.