ફ્રાન્સ અને જર્મનીને ફાઈટર જેટ અને ભારે હથિયારો વહેલી તકે પહોંચાડવા વિનંતી કરી
યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે વધુ સમર્થન મેળવવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી દેશની બહાર પ્રવાસ કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ રશિયા સામેના યુદ્ધમાં વધુ સૈન્ય સહાય મેળવવા માટે બુધવારે લંડન પહોંચ્યા હતા.

મુલાકાત દરમિયાન તેઓ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા. બ્રિટિશ સાંસદોને સંબોધતા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, યુદ્ધના પ્રથમ દિવસથી યુક્રેનને સમર્થન આપવા બદલ બ્રિટિશ લોકોનો આભાર, તે બાદ વોલોડીમિર ઝેલેન્સ્કી ફ્રાન્સની મુલાકાતે પહોંચ્યા જ્યાં પહોંચ્યા બાદ તેમણે ફ્રાન્સ અને જર્મનીને ફાઈટર જેટ અને ભારે હથિયારો વહેલી તકે પહોંચાડવા વિનંતી કરી છે.