સમગ્ર વિશ્વમાં હીરાની ચમકથી ગુજરાત ઝળહળી છે. હીરા ઉદ્યોગમાં સૂરત વિશ્વમાં બીજુ સ્થાન ધરાવે છે .
હીરા ઉદ્યોગનું રાજ્યનું ૯૦ % કામ સૂરતમાં થાય છે . સૂરત હીરા ઉદ્યોગમાં આશરે ૧૫ લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે જેમાં સાડા ચારથી પાંચ લાખ લોકો સૌરાષ્ટ્રના વતની છે. અમરેલી જિલ્લામાં આ પૈકી ૯૫૦ જેટલા હીરા એકમો છે અને આશરે ૪૭ હજાર હીરાઘસુ કારીગરો આ ઉદ્યોગથી રોજીરોટી મેળવે છે.
અમરેલીના દામનગર શહેરમાં આજે જ આશરે ૧૦૦ જેટલા હીરાના કારખાના આવેલા છે. તેમાં ૩૫ ગામોના ૫ હજાર કારીગરો કામ કરી રહ્યા છે. કારીગરો અહીં માસિક રૂપિયા ૧૦ થી ૨૫ હજારના દરે રોજગારી મેળવે છે. મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય દાખવી રહી છે. તે રાહે પંથકમાં મહિલા સશક્તિકરણ થઇ રહ્યું છે. મહિલાઓ પણ પુરુષોને સમકક્ષ આવક મેળવી રહી છે.
દામનગર શહેરમાં ઉભા થયેલા હીરા ઉદ્યોગના કારણે મોટા શહેરો તરફ સ્થળાંતરની સમસ્યા પણ દૂર થઇ રહી છે.