રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDA સરકારની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું કે,અમારી સરકારે ગરીબો માટે પ્રાથમિકતા સાથે યોજનાઓ બનાવી છે અને તેમની સેવા કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દરેક ગામડામાં વીજળી પહોંચાડવી એ ખૂબ જ પડકારજનક હતું પરંતુ અમે આ પડકારજનક કાર્ય હાથમાં લીધું અને ૧૮,૦૦૦ ગામોમાં વીજળીકરણ કર્યું . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, દેશમાં કલમ ૩૫૬ નો સૌથી વધુ દુરુપયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.