કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમૃતપેક્સ ૨૦૨૩ નું ઉદઘાટન કરશે

ભારતીય પોસ્ટની પરિવર્તનકારી યાત્રા પર એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પ્રગતિ મેદાનમાં રાષ્ટ્રીય પોસ્ટ ટિકીટ પ્રદર્શન- અમૃતપેક્સ ૨૦૨૩ નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ભારતીય પોસ્ટની પરિવર્તનકારી યાત્રા પર એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવશે. અમૃતપેક્સ ૨૦૨૩, સંચાર મંત્રાલય હેઠળ પોસ્ટ વિભાગ ટિકીટ પ્રદર્શન, ભારતીય પોસ્ટ ટિકીટના માધ્યમથી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને ઈતિહાસનું પ્રદર્શન કરવામાં આવશે. આજથી ૧૫ ફેબ્રુઆરી સુધી આ આયોજન કરવામાં આવશે. આ ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ તથા દેશના તમામ પોસ્ટ વિભાગમાંથી પોસ્ટ ટિકીટ સંગ્રહકારીઓ ભાગ લેશે.

ભારતમાં પહેલી વાર પોસ્ટ ટિકીટની કહાનીઓથી સંસ્કૃતિનો વારસો, ઈતિહાસ, પ્રકૃતિ, વન્ય જીવ પ્રદર્શન કરવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી જેવી અનેક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાંચ દિવસના પ્રદર્શન દરમિયાન અમૃતપેક્સ ૨૦૨૩ અનેક કાર્યશાળાઓ, પેનલ ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ મેજબાની કરશે. જેમાં ટિકીટના માધ્યમથી યુવા પેઢીને ભારતના પ્રાચીન ઈતિહાસ, વારસો અને સંસ્કૃતિ સાથે જોડવાની યોજના બનાવવામાં આવી છે. લોકો મોટી સંખ્યામાં સ્પોટ બુક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩ હજારથી વધુ લોકોએ બુક માય શોના માધ્યમથી અલગ અલગ આયોજનમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. વધુ જાણકારી મેળવવા માટે https://amritpex2023.in/ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *